મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

RAJKOT : પીપળીયાની નકલી સ્કૂલમાં અન્ય ત્રણ સ્કૂલના નામ ખુલ્યાં, થયા મોટા ખુલાસા

Rajkot News : રાજકોટ જિલ્લાના કુવાડવા તાલુકાના પીપળીયા ગામમાં ગઈકાલે 5 જુલાઈએ નકલી સ

RAJKOT : પીપળીયાની નકલી સ્કૂલમાં અન્ય ત્રણ સ્કૂલના નામ ખુલ્યાં, થયા મોટા ખુલાસા

Rajkot News : રાજકોટ જિલ્લાના કુવાડવા તાલુકાના પીપળીયા ગામમાં ગઈકાલે 5 જુલાઈએ નકલી સ્કૂલ ઝડપાઇ હતી. હવે આ મામલે અન્ય ત્રણ સ્કૂલના નામ પણ સામે આવ્યા છે, જે ત્રણ સ્કૂલની મદદથી આ નકલી સ્કૂલ ચલાવવામાં આવી રહી હતી. 

પીપળીયા ગામમાં કોઈ પણ જાતની માન્યતા વગર ગૌરી પ્રિ-પ્રાયમરી સ્કૂલના નામે દુકાનમાં વર્ગખંડ બનાવીને બાળકોને ભણાવવામાં આવી રહ્યા હતા.  જો કે આ ઘટનાની જાણ થતા શિક્ષણ વિભાગના અધિકારીઓ પોતાનું નાક બચાવવા ઊંઘમાંથી ઉભા થઇને દોડી આવ્યાં હતા અને આ નકલી સ્કૂલને સીલ કરી દીધી હતી. 

હવે આ નકલી સ્કૂલની તપાસમાં  કુવાડવા રોડ પરની અક્ષર સ્કૂલ, ગ્રીન લેન્ડ ચોકડી પાસેની રાધે કૃષ્ણ સ્કૂલ અને પેડક રોડ પરની નક્ષત્ર સ્કૂલના નામ ખુલ્યા છે.  નકલી સ્કૂલ  ગૌરી પ્રિ-પ્રાયમરી સ્કૂલમાંથી અક્ષર સ્કૂલ અને રાધે કૃષ્ણ સ્કૂલની માર્કશીટ તેમજ નક્ષત્ર સ્કૂલનું લિવિંગ સર્ટિફિકેટ મળી આવ્યું હતું. 

અન્ય ખાનગી શાળામાં એડમિશન કરાવી વિદ્યાર્થીઓને ગૌરી પ્રિ-પ્રાયમરી સ્કૂલના નામે ભાડાની દુકાનમાં વર્ગખંડ બનાવીને શિક્ષણ અપાતું હોવાનો ઘટસ્ફોટ પણ થયો છે. ઉપરાંત બાજુના મંદિરમાંથી ગેરકાયદેર રીતે વીજજોડાણ લીધું હતું. આ સમગ્ર મામલે કુવાડવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવશે. 

આ સમાચાર શેર કરો