મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાવાગઢ: નડિયાદના SRP ગ્રુપ કમાન્ડર PIનું રહસ્યમય સંજોગોમાં મોત, તળેટીની ધર્મશાળામાંથી મળ્યો મૃતદેહ

નડિયાદ SRP કંપની સી-ગ્રુપ7ના 22 પોલીસ જવાનોને પાવાગઢમાં કાયમી બંદોબસ્ત માટે મૂક્યા છે

પાવાગઢ: નડિયાદના SRP ગ્રુપ કમાન્ડર PIનું રહસ્યમય સંજોગોમાં મોત, તળેટીની ધર્મશાળામાંથી મળ્યો મૃતદેહ

નડિયાદ SRP કંપની સી-ગ્રુપ7ના 22 પોલીસ જવાનોને પાવાગઢમાં કાયમી બંદોબસ્ત માટે મૂક્યા છે, આ જવાનો જુદા-જુદા પોઈન્ટ પર ફરજ બજાવે છે, આ પોઈન્ટ પર કામગીરીનું સમયાંતરે નિરીક્ષણ કરવામાં આવે છે, ત્યારે ગત બુધવારે નિરીક્ષણ માટે નડિયાદથી SRP ગ્રુપ કમાન્ડર P.I. જી.આર. પટેલ પાવાગઢ આવ્યા હતા. જેથી તેમના રાત્રી રોકાણની વ્યવસ્થા પાવાગઢમાં ફરજ બજાવતા પોલીસ જવાને પાવાગઢની તળેટીમાં શિવશક્તિ નિવાસ ધર્મશાળામાં કરી હતી.

PI તળેટીમાં શિવશક્તિ નિવાસની ધર્મશાળામાં રોકાયા

P.I. સાંજે રૂમ પર પહોંચ્યા હતા. બાદમાં રાત્રી ભોજન માટે સાથી કર્મચારી ટીફીન આપવા આવ્યા ત્યારે તેમની સાથે બીજા દિવસની કામગીરી બાબતે ચર્ચા કરી હતી.

રૂમનો દરવાજો ખુલ્લો હતો અને PI જમીન પર મૃત હાલતમાં

સાથી જવાનો ત્યાર બાદ રૂમ પર જતા રહ્યા હતા. તેવામાં ગુરુવારે નડિયાદથી આવેલા SRP ગ્રુપ કમાન્ડર P.I.ની રૂમનો દરવાજો ખુલ્લો હતો અને જમીન પર વ્યક્તિ પડી હોવાનું સામેના રૂમમાં રોકાયેલા યાત્રિકના ધ્યાને આવ્યું હતું.

આ સમાચાર શેર કરો