નડિયાદના કુખ્યાત બુટલેગર માસુમ મહિડાના ભાઈના ઘરે પોલીસનો સપાટો
રાજ્ય પોલીસ વડાના 100 કલાકની મહેતલ બાદ ખેડા નડિયાદ પશ્ચિમ પોલીસે નડિયાદ શહેરમાં સપાટો બોલાવ્યો હ

રાજ્ય પોલીસ વડાના 100 કલાકની મહેતલ બાદ ખેડા નડિયાદ પશ્ચિમ પોલીસે નડિયાદ શહેરમાં સપાટો બોલાવ્યો હતો. નડિયાદના કુખ્યાત બુટલેગર માસુમ મહિડાના ભાઈ અજિત મહિડાના ઘરે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
નડિયાદના કુખ્યાત બુટલેગર માસુમ મહિડા પરિવારના ઘરે પોલીસ નગરપાલિકા અને જીઇબી દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું. જીઇબી દ્વારા ગેરકાયદે કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. અને એમજીવીસીએલ દ્વારા વીજ મીટર કાઢી લેવામાં આવ્યું હતું.
માસુમ મહિડાના દાદા ગુલાબસિંહના નામે મકાન ચાલે છે હવે વીજબિલના દંડ ઉપરાંત ગુનો વધારાનો દાખલ કરવામાં આવનાર હોવાનું પોલીસ સૂત્રોથી જાણવા મળે છે. નડિયાદ પશ્ચિમ પોલીસની સાથે નડિયાદ નગરપાલિકા અને એમજીવીસીએલની ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસની કાર્યવાહીને લીધે અન્ય અસામાજિક તત્વોમાં પણ ફફડાટ ફેલાયો હતો.






