વડાલીના પીક અપ સ્ટેન્ડ પર મળેલી મૃતદેહનો ભેદ ઉકેલાયો, જુઓ કેવી રીતે આપવામાં આવ્યો હતો ઘટનાને અંજામ
સાબરકાંઠા: વડાલીના પીક અપ સ્ટેન્ડ પર મળેલી મૃતદેહનો ભેદ ઉકેલાઈ ચૂક્યો છે. જેમાં એક જ

સાબરકાંઠા: વડાલીના પીક અપ સ્ટેન્ડ પર મળેલી મૃતદેહનો ભેદ ઉકેલાઈ ચૂક્યો છે. જેમાં એક જ ગામના સાથે કામ કરતા વ્યક્તિએ જ હત્યા કર્યા હોવાનું ખુલતા પોલીસે આરોપીને ઝડપી લઇ જેલના સળીયા પાછળ ધકેલ્યો છે. તેમજ આ હત્યામાં અન્ય કોઈ વ્યક્તિનો સહયોગ લેવાય છે કે નહીં તેની તપાસ શરૂ છે.
સાબરકાંઠાના વડાલીના પીક અપ સ્ટેન્ડની અંદરથી દિવાળીના દિવસે હત્યા કરેલ હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના પગલે વડાલી સહિત ઇડર તેમજ હિંમતનગરની એસ.ઓ.જી એલસીબી સહિત ડોગ સ્કોડની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જોકે આ દરમિયાન યુવકની નામઠામની શોધખોળ હાથ ધરતા યુવક ખેડબ્રહ્માના ખેડવા ગામનો હોવાનું ખુલ્યું હતું. જીતેન્દ્ર તરાર નામના યુવકનું મૃતદેહ મળ્યો હોવાના પગલે પોલીસે વધુ તપાસ હાથધરી હતી. જેમાં કાંતિ ગમાર નામના ખેડવા ગામના યુવકની પૂછપરછ કરતા આખરે તેને સમગ્ર ગુનો સ્વીકાર્યો હતો. રાત્રિના સમયે જીતેન્દ્ર તરાર વડાલીના પીકપ સ્ટેન્ડમાં ગૌર નિદ્રામાં હતો ત્યારે તીક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે ધા મારી હત્યા કરી હોવાનું સ્વીકારતા આરોપીને દબોચી જેલ હવાલે કર્યો છે.




