VIDEO: નાના ચિલોડા પાસે મુંબઈનો ડ્રગ પેડલર 14 કરોડથી વધુના ડ્રગ્સ સાથે પકડાયો, નાઈજીરિયન શખ્સને પકડવા તજવીજ
અમદાવાદની નરોડા પોલીસે નાના ચિલોડા પાસે ઓપરેશન હાથ ધરીને મુંબઈના ડ્રગ પેડલર સ
અમદાવાદની નરોડા પોલીસે નાના ચિલોડા પાસે ઓપરેશન હાથ ધરીને મુંબઈના ડ્રગ પેડલર સાજિદ શેખને 14 કરોડથી વધુની કિંમતના 7 કિલોગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. આરોપી જયપુર બસ સ્ટેન્ડથી આ જથ્થો લઈને મુંબઈ જઈ રહ્યો હતો, પરંતુ સીધી બસ ન મળતા તે અમદાવાદ આવ્યો હતો અને બિસ્કિટના પેકેટમાં છુપાવેલા ડ્રગ્સ સાથે પકડાઈ ગયો હતો.
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી મુંબઈના નાઈજીરિયન શખ્સ ક્યુબેનના સંપર્કમાં હતો અને અગાઉ પણ અમૃતસરથી ડ્રગ્સની હેરાફેરી કરી ચુક્યો છે. આ હેરાફેરી માટે તેને ૨૦ હજાર રૂપિયા મળતા હતા. હાલ પોલીસે જયપુરના સપ્લાયર અને મુંબઈના નાઈજીરિયન શખ્સને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.




