Ahmedabadમાં બનશે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ; મુસાફરોને એક જ સ્થળેથી મળશે AMTS, BRTS અને ST બસ
અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યામાંથી રાહત અને જાહેર પરિવહનની સુવિધાને વધુ સરળ બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યામાંથી રાહત અને જાહેર પરિવહનની સુવિધાને વધુ સરળ બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) એ એક મહત્વનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. શહેરના પશ્ચિમ અને પૂર્વ એમ બંને વિસ્તારમાં મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ હબ બનવાથી મુસાફરોને એક જ સ્થળેથી AMTS, BRTS અને ST બસ જેવી ત્રણેય પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાઓ સરળતાથી મળી રહેશે. AMTS દ્વારા આ પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
પશ્ચિમમાં કિટલી સર્કલ પાસે આવેલા ફાઈનલ પ્લોટમાં 18 માળની બિલ્ડિંગ તૈયાર કરવામાં આવશે. અહીં 100 બસ પાર્ક કરી શકાશે. 5564 સ્ક્વેર મીટરના પ્લોટ માં PPP ધોરણે હબ તૈયાર કરવામાં આવશે. એક જ જગ્યાએથી પબ્લિક ટ્રાન્સપોર્ટની ત્રણ સેવા મુસાફરોને મળી રહેતા ટ્રાફિકની સમસ્યા માંથી થોડા ઘણા અંશે રાહત મળશે. પશ્ચિમની જેમ પૂર્વ વિસ્તારમાં હંસપુરા પાસે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ બનાવવામાં આવશે. આ ટ્રાન્સપોર્ટેશન હબ બનાવવા માટે 19,133 ચો.મી. પ્લોટમાં 233.66 કરોડનો ખર્ચ કરવામાં આવશે.




