M.S. યુનિમાં પોરબંદરના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા, પિતાને કર્યો હતો છેલ્લો મેસેજ
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી ડાયમંડ જુબેલી ટ્રસ્ટ હોસ્ટેલમાં ગઈકાલ

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી ડાયમંડ જુબેલી ટ્રસ્ટ હોસ્ટેલમાં ગઈકાલે બપોરે એમ.એસ.યુનિવર્સિટીના વિદ્યાર્થીએ પંખા પર ફાંસો ખાઈ આપઘાત કર્યાના કિસ્સાથી વિદ્યાર્થી જગતમાં દુ:ખની લાગણી પ્રસરી છે.
18 વર્ષના યુવાને અગમ્ય કારણોસર કરી આત્મહત્યા
પોરબંદર તાલુકાના રાતીયા ગામે રહેતો 18 વર્ષનો વનરાજ મુળુભાઈ રાતીયા એમ.એસ. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો અને નિઝામપુરા રોડ પર આવેલી ડાયમંડ જુબેલી હોસ્ટેલમાં રહેતો હતો. ગઈકાલે તે કોલેજ ગયો ન હતો અને તેને રૂમમાં રહેતા અન્ય બે વિદ્યાર્થી કોલેજમાં ગયા હતા.
વનરાજે પંખા પર નાયલોનની દોરી વડે ફાંસો ખાઈ લીધો
સાંજે કોલેજ છૂટ્યા પછી બંને રૂમ પાર્ટનર રૂમ પર આવ્યા ત્યારે રૂમનો દરવાજો અડકાવેલો હતો તેઓએ અંદર જઈને જોયું તો વનરાજે પંખા પર નાયલોનની દોરી વડે ફાંસો ખાઈ લીધો હતો. આ અંગે હોસ્ટેલના વોર્ડનને જાણ કરવામાં આવતા વોર્ડને ફતેગંજ પોલીસને જાણ કરી હતી. ફતેગંજ પોલીસે સ્થળ પર જઈ મૃતદેહ નીચે ઉતારી પીએમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે.
પિતાના મોબાઈલ પર ગુડ બાય ઓલ ઓફ યુનો કર્યો મેસેજ
આત્મહત્યાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ વનરાજે લખેલી એક અંતિમ ચિઠ્ઠી પોલીસને મળી છે જેમાં તેણે માતા પિતાના મોબાઈલ નંબર તેમજ ‘ગુડ બાય ઓલ ઓફ યુ’ લખ્યું હતું. પોલીસે તેના પરિવારજનોને વતનમાં જાણ કરી છે તેમના પરિવારજનો આવ્યા પછી વધુ વિગતો જાણવા મળશે.






