મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર: પિતાએ બાળકોને મોબાઈલ બાબતે ઠપકો આપ્યો તો માતાને લાગ્યું માઠું, ઝેરી દવા પી કરી આત્મહત્યા

સુરેન્દ્રનગર જિલ્લાના કંકાવટી ગામમાંથી દુ:ખદ ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે પિતાએ બાળકોને મોબાઈલ જોવ

સુરેન્દ્રનગર: પિતાએ બાળકોને મોબાઈલ બાબતે ઠપકો આપ્યો તો માતાને લાગ્યું માઠું, ઝેરી દવા પી કરી આત્મહત્યા

સુરેન્દ્રનગર જિલ્લાના કંકાવટી ગામમાંથી દુ:ખદ ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે  પિતાએ બાળકોને મોબાઈલ જોવાનીના પાડતા માતાએ આત્મહત્યા કરી લેવાની ઘટના સામે આવી છે.

3 બાળકોની માતાએ આત્મહત્યા કરી

કંકાવટી ગામે 3 બાળકોની માતાએ ઝેરી દવા ગટગટાવી લીધી  અને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. બાળકો મોબાઇલ જોતા હતા તે દરમિયાન પિતાએ મોબાઈલ જોવાની ના પાડી હતી. આ મામલે ઝગડા બાદ માતાએ જ જીવન ટૂંકાવી નાખ્યું.

આ પણ વાંચો: અમદાવાદ : બાપુનગરની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ટ મુક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોએ મૃતદેહનો કર્યો અસ્વીકાર

પોલીસે તપાસ શરૂ કરી

શંકાસ્પદ મૃતદેહને પી.એમ માટે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ તંત્રે પોલીસને જાણ કરી હતી. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો