મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ:સુરભી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં દિવાલ પડતા માતા પુત્રના મોત, પોલીસે કોન્ટ્રાકટર વિરૂદ્ધ ગુનો નોંધ્યો

રાજકોટમાં દિવાલ પડતાં માતા પુત્રના મોત થયા છે. મળતા અહેવાલ પ્રમાણે આજીડેમ પાસે સુરભી ઇન

રાજકોટ:સુરભી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં દિવાલ પડતા માતા પુત્રના મોત, પોલીસે કોન્ટ્રાકટર વિરૂદ્ધ ગુનો નોંધ્યો

રાજકોટમાં દિવાલ પડતાં માતા પુત્રના મોત થયા છે. મળતા  અહેવાલ પ્રમાણે આજીડેમ પાસે સુરભી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં શેડનું કામ ચાલતું હતું, તે સમયે દિવાલ પડી હતી. દુર્ઘટના સર્જાઈ  ત્યારે માતા તેના પુત્રને દીવાલ પાસે બેસી સ્તનપાન કરાવી રહી હતી, ત્યારે જ આ ઘટના બની હતી. સમગ્ર મામલે પોલીસે કોન્ટ્રાકટર વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

સમગ્ર મામલે પોલીસે કોન્ટ્રાકટર વિરૂદ્ધ ગુનો નોંધ્યો 

મધ્યપ્રદેશથી ગુજરાત મજૂરી કામકાજ માટે છેલ્લા ત્રણ મહિનાથી પરિવાર આવ્યો હતા. સુરભી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં નવા કારખાનાનું બાંધકામ ચાલુ હતું, બાંધકામ માટે નરેશ ચૌહાણ નામના વ્યક્તિએ પરિવારને કોન્ટ્રાક્ટ ઉપર રાખ્યો હતો. દંપતી ત્યાં મજૂરી કરી રહ્યું હતું.

આ સમાચાર શેર કરો