ભરૂચમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથુ ઉંચક્યુ, તંત્રએ લારીઓ પર તપાસ કરી અખાદ્ય વસ્તુઓનો કર્યો નાશ
ચોમાસામાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગાચાળો વકરતો હોય છે. જો કે, ભરૂચ જિલ્લામાં બીમારીએ માજા મૂકી છ

ચોમાસામાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગાચાળો વકરતો હોય છે. જો કે, ભરૂચ જિલ્લામાં બીમારીએ માજા મૂકી છે. જેથી તંત્ર એકશન મોડમાં આવી ગયું છે. ભરૂચ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ખાણીપીણીની લારીઓ અને તેની બનાવટના સ્થળે તપાસ કરી હતી. જેમાં અખાદ્ય ચીજો મળી આવતા તેનો નાશ કર્યો હતો.
ચોંકાવનારા દ્રશ્યો
અનેક ફરિયાદો અને ઉપરી સુચનાઓ અનુસંધાને આજરોજ શનિવારના રોજ ભરૂચના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ફૂડ ઓફીસર અશોક રાઠવાની આગેવાનીમાં શહેરના રતન તળાવ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવતા ચોકાવનારા દૃશ્ય જોવા મળ્યા હતા. જેમાં પાણીપુરીમાં વપરાતા બટાકાના માવા, પાણી, તેલ સહિત ચટણીનો નાશ કરવાની ફરજ પડી હતી.
ગંદકીનું સામ્રાજ્ય
ભરૂચ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાં જ ઘણી ખાણીપીણીની લારી ઉપર ગંદકીના સામ્રાજ્ય જોવા મળતા હોય છે. માખી-મચ્છરોના ઉપદ્રવ વચ્ચે વાનગીઓ તૈયાર થતી હોય છે. જેના કારણે રોગચાળો ફાટી નીકળતો હોય છે. પરંતુ સ્વાદ પ્રેમીઓની પાણીપુરી કેવી જગ્યાએ તૈયાર થાય છે, કેટલી સ્વચ્છતા છે તેવા સવાલો ઉઠ્તાં હોય છે.








