Mehsana News: વિજાપુરમાં મુસ્લિમ સમાજ દ્વારા વક્ફ બિલના વિરોધમાં 60થી વધુની અટકાયત
Mehsana News: મહેસાણા જિલ્લાના વિજાપુરમાં મુસ્લિમ સમાજ દ્વારા વકફ બીલ અને યુ.સી.સનો

Mehsana News: મહેસાણા જિલ્લાના વિજાપુરમાં મુસ્લિમ સમાજ દ્વારા વકફ બીલ અને યુ.સી.સનો વિરોધ કરવામાં આવ્યો હતો. કાયદાના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર આપવા જતા 60થી વધુ યુવકો અને આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. વિજાપુર મુસ્લિમ સમાજ દ્વારા વકફબીલ અને યુ.સી.સીના મુદ્દે સંસદમાં લેવામાં આવેલ નિર્ણયના વિરોધમાં રેલી કાઢવામાં આવી હતી.
જેમાં મામલતદારને આવેદનપત્ર આપવા જતા મુસ્લિમ યુવકો અને સમાજના આગેવાનોની પોલીસ અધિકારી વનરાજ સિંહ ચાવડાએ અટકાયત કરી બે જેટલી ગાડીઓ ભરી વસઇ પોલીસ મથકે લઇ જવાયા હતા. જ્યાં અટકાયતી પગલાં ભરી કાર્યવાહી હાથ ધરી હતી. મુસ્લીમ સમાજના અગ્રણી તલત મહેમુદ સૈયદની આગેવાનીમાં વકફબીલ તેમજ યુનિફોર્મ સીવીલ કોડના વિરોધમાં રેલી નીકળી હતી.
મામલતદાર કચેરીએ પહોંચે તે પહેલાં પોલીસ અધિકારી વનરાજ સિંહ ચાવડાએ મુસ્લિમ સમાજના અગ્રણી તલત મહેમુદ સૈયદ તેમજ અસપાક અલી સૈયદ, સાદિક કુરેશી, તંજીલ સૈયદ, સહિત 60થી વધુ યુવકોની અટકાયત કરી વસઇ પોલીસ મથકે મોકલી આપી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વકફ બીલ યુ.સી.સી બીલ પરત ખેંચો, મુસ્લિમ સમાજમાં દખલ કરવાનું બંધ કરો, સરકારની તાનાશાહી નહિ ચલેગીના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.





