મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાયેલા 200થી વધુ ગુજરાતીઓ વતન પરત ફર્યા

ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના વધતા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે દુબઈમાં ફસાયેલા 200થી

તસવીર: GSTV

ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના વધતા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે દુબઈમાં ફસાયેલા 200થી વધુ ગુજરાતી યાત્રિકો હેમખેમ પરત ફર્યા છે. યોગી ઓવરસીઝ અને BAPS સ્વામિનારાયણ મંદિરના સંયુક્ત પ્રયાસોથી આ તમામ યાત્રિકોને સ્પેશિયલ વિમાન મારફતે ભારત લાવવામાં આવ્યા છે. આજે જ્યારે આ યાત્રિકો નડિયાદ BAPS મંદિર ખાતે પહોંચ્યા ત્યારે તેમના પરિવારજનોમાં હરખના આંસુ જોવા મળ્યા હતા.

પરત ફરેલા યાત્રિકોએ પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે, ત્યાં સ્થિતિ અત્યંત ભયાનક હતી. સતત બોમ્બ ધડાકાના અવાજો અને આકાશમાં ઉડતા ધુમાડાના ગોટેગોટા જોઈને બાળકો અને મહિલાઓ સહિત તમામ લોકો ફફડી ઉઠ્યા હતા. યાત્રિકોને મુશ્કેલીમાં જોઈને યોગી ઓવરસીઝ અને BAPS મંદિર મેનેજમેન્ટે તાત્કાલિક ધોરણે UAE સરકાર સાથે સંકલન સાધ્યું હતું. રાજદ્વારી સ્તરે વાતચીત બાદ એર અરેબિયાના સ્પેશિયલ પ્લેન દ્વારા 200થી વધુ મુસાફરોને શારજાહથી મુંબઈ લાવવામાં આવ્યા હતા. ત્યાંથી લક્ઝરી બસ મારફતે તમામ સુરક્ષિત રીતે નડિયાદ પહોંચ્યા હતા.

આ સમાચાર શેર કરો