મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

BOTAD / પૂર્વ કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસ-AAPના 100થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા

Lok Sabha Election 2024 : ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાન પહેલા બોટાદમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીન

BOTAD / પૂર્વ કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસ-AAPના 100થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા

Lok Sabha Election 2024 : ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાન પહેલા બોટાદમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. બોટાદમાં કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ સહિત કોંગ્રેસ-AAPના 100થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસના લઘુમતી મોરચાના હોદેદારો-કાર્યકરોએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો. 

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બોટાદ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શ્યામ હુસેન સહિત બોટાદ નગરપાલિકાના પૂર્વ સભ્યો તેમજ જિલ્લા સંગઠનના આગેવાનો મળી આશરે 100થી વધુ લઘુમતી સમાજના આગેવાનોએ ભાજપમાં જોડાયા છે. બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ, શહેર ભાજપના આગેવાનોએ તમામને આવકારી ભાજપનો ખેસ તેમજ ટોપી પહેરાવી સ્વાગત કર્યું હતું.

કોંગ્રેસમાં રહી ભાજપ પર આક્ષેપ કરનાર શ્યામ હુસેન આજે ભાજપમાં જોડાતા તેમણે જણાવ્યું કે જે પક્ષમાં હતો તેમાં વફાદારીપૂર્વક કામગીરી કરી છે અને સેવાભાવ સાથે રાજકારણમાં હતો પણ કોંગ્રેસમાં કામગીરી થતી ન હોવાથી આજે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયો છું.

આ સમાચાર શેર કરો