Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : VIDEO: Morbi: Farmers clamor for water in Halwad, huge outrage!

VIDEO: મોરબીઃ હળવદમાં પાણી માટે ખેડૂતોનો હલ્લાબોલ, ભારે આક્રોશ!

Timeછેલ્લું અપડેટ : 26 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા બ્રાહ્મણી 2 ડેમ ખાતે પિયતના પાણીની તાતી જરૂરિયાતને લઈને સાતથી વધુ ગામોના ખેડૂતોએ એકજૂટ થઈને તંત્ર સામે જોરદાર હલ્લાબોલ કર્યો છે. ધનાળા, મયુરનગર, ધૂળકોટ, સુરવદર, ટીકર, ઘાટીલા અને દેવળીયા સહિતના ગ્રામીણ વિસ્તારોના ખેડૂતોએ ચાલુ સીઝનમાં મગફળી અને કપાસ જેવા મોંઘાઘાટ પાકોનું વ્યાપક વાવેતર કર્યું છે, પરંતુ હવે પાકને બચાવવા માટે પાણીની કટોકટી સર્જાતા તેમનો પાક સુકાઈ રહ્યો છે. રોષે ભરાયેલા મોટી સંખ્યામાં ખેડૂતો "તંત્ર ઊંઘી રહ્યું છે અને ખેડૂતોનો પાક બળી રહ્યો છે" તેવા આક્રોશ સાથે ડેમ સાઇટ પર પહોંચ્યા હતા અને પાકને જીવતદાન આપવા માટે તાત્કાલિક ધોરણે કેનાલોમાં પિયતનું પાણી છોડવાની ઉગ્ર માંગ કરી હતી.

App Store