VIDEO: મોરબીઃ ખેડૂત આંદોલનના સમર્થનમાં પંચાયતના સામૂહિક રાજીનામાની ચીમકી
સોર્સ : gstv
મોરબીના જેતપર ગામે વીજપોલના વળતર મુદ્દે ચાલી રહેલા ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલનના આજે ૯મા દિવસે આ લડત વધુ ઉગ્ર બની છે, જેના સમર્થનમાં હવે આદરણા ગ્રામ પંચાયત પણ મેદાને આવી છે. ખેડૂત આંદોલનને મજબૂત ટેકો આપવા માટે આદરણા પંચાયતના સરપંચ, ઉપસરપંચ સહિત તમામ ચૂંટાયેલા સભ્યોએ એકજૂટ થઈને સરકારને ૪૮ કલાકનું કડક અલ્ટીમેટમ આપ્યું છે. પંચાયતના પદાધિકારીઓએ સ્પષ્ટ જાહેરાત કરી છે કે જો નિયત સમયમર્યાદામાં સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે, તો તેઓ પોતાના હોદ્દા પરથી સામૂહિક રાજીનામા ધરી દેશે; પંચાયતના આ આકરા વલણના કારણે વહીવટી તંત્ર અને સરકાર પર દબાણ વ્યાપક પ્રમાણમાં વધી ગયું છે.

