VIDEO: મોરબીના સનાળા ગામે કારના સર્વિસ સેન્ટરમાં ભયાનક આગ,ભારે જહેમત બાદ આવી કાબૂમાં
સોર્સ : gstv
મોરબીના સનાળા ગામે રાજપર ચોકડી પાસે આવેલ 'ટેકઝો કાર સ્ટુડિયો' માં ગત રાત્રિએ અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ક્રિષ્ના કાર મેળાની સામે આવેલા આ સર્વિસ સેન્ટરમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગના 4 ફાયર ફાઇટરો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આગ કયા કારણોસર લાગી તે હજુ અકબંધ છે.

