Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : Three children die after drowning in a water-filled pit, laborer's family cries in grief

Morbi news: પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત, શ્રમિક પરિવારનું હૈયાફાટ રુદન

Timeછેલ્લું અપડેટ : 26 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Morbi news: પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત, શ્રમિક પરિવારનું હૈયાફાટ રુદન
સોર્સ : GSTV

મોરબીના પાનેલી પાસે એક કરુણાંતિકા સર્જાઈ છે, જેમાં રમતી વખતે ત્રણ બાળકો પાણી ભરેલા ખાડામાં ડૂબી જતા તેમનું મોત નીપજ્યું છે. ત્રણેય બાળકોના મોતથી પરપ્રાંતીય શ્રમિક પરિવારના માથે આભ ફાટ્યું છે. પોલીસ બાળકોના મૃતદેહ પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. 

App Store

પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના પાનેલી પાસે પાણીના ખાડામાં ડૂબી જતાં ત્રણ બાળકોના મોત નીપજ્યા છે. પાણીના ખાડા પાસે રમતી વખતે બે બાળકી પ્રતિકા (ઉ.વ 5), ખુશ્બુ (ઉ.વ 4) અને એક બાળક કુલદીપ (ઉ.વ 6) નું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. પોલીસ બાળકોના મૃતદેહ પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. ખાણમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિક પરિવારના બાળકોના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.