Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : Tankara woman attempts suicide with two children

Morbi news: ટંકારાની મહિલાએ પતિ સાથે ઝઘડો કર્યા બાદ બે સંતાનો સાથે કર્યો આપઘાતનો પ્રયાસ

Timeછેલ્લું અપડેટ : 01 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Morbi news: ટંકારાની મહિલાએ પતિ સાથે ઝઘડો કર્યા બાદ બે સંતાનો સાથે કર્યો આપઘાતનો પ્રયાસ
સોર્સ : GSTV

ગુજરાતમાં વધુ એક આત્મહત્યાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે  મોરબીના ટંકારા તાલુકાના વાછકપર ગામે 23 ઓગસ્ટે કૃપાલિબેન નામની મહિલાએ પતિ સાથે પૈસાની બાબતે થયેલી બોલાચાલી બાદ બે સંતાનો, પુત્ર હરદેવ અને પુત્રી આરવી, સાથે ઝેરી દવા પી લીધી હતી.

App Store

મહિલા અને બાળકી સારવાર હેઠળ

આ ઘટનામાં કૃપાલિબેન નામની મહિલા અને અને તેમની પુત્રી હાલ રાજકોટની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે મહિલાના પુત્રનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. સમગ્ર મામલો પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે.