Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : School children were taken away like sheep in Unity March program

Morbi: યુનિટી માર્ચના કાર્યક્રમમાં સ્કૂલના બાળકોને ઘેટાં-બકરાંની જેમ લઈ જવાયા

Timeછેલ્લું અપડેટ : 20 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Morbi: યુનિટી માર્ચના કાર્યક્રમમાં સ્કૂલના બાળકોને ઘેટાં-બકરાંની જેમ લઈ જવાયા
સોર્સ : GSTV

મોરબીમાં યુનિટી માર્ચ કાર્યક્રમ વિવાદમાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે શાળાના બાળકોને અભ્યાસ છોડાવીને લાવવામાં આવ્યા હતા અને તેમને લઈ જવાની તથા મૂકવાની વ્યવસ્થાને લઈને ગંભીર આક્ષેપો થયા છે. યુનિટી માર્ચના આયોજનમાં ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા મોટી સંખ્યામાં બાળકોને જોડી દેવામાં આવ્યા હતા.

App Store

બાળકોને અભ્યાસ છોડાવીને કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા હતા અને તેમને લઈ જવાની વ્યવસ્થા એટલી અવ્યવસ્થિત હતી કે બાળકોને ઘેટાં-બકરાંની જેમ લઈ ગયા હતા અને એવી રીતે જ મૂકી ગયા હતા. નવા બસ સ્ટેશન પાસેથી શરૂ કરી અને મહાનગરપાલિકા પાસે આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી, કાંતિલાલ અમૃતિયા, ઇન્ચાર્જ કલેકટર, ધારાસભ્ય દુર્લભજી દેથરીયા, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.