Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : Morbi: Major resignation in BJP in support of farmers' movement

VIDEO: મોરબી: ખેડૂત આંદોલનના સમર્થનમાં ભાજપમાં મોટું રાજીનામું

Timeછેલ્લું અપડેટ : 24 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મોરબી જિલ્લામાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં સત્તાધારી પક્ષ ભાજપમાં રાજીનામાનો દોર શરૂ થતાં જ રાજકીય આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. માળીયા તાલુકા ભાજપના ઉપપ્રમુખ ભાવિક કાવરે ખેડૂતોની પડતર માંગણીઓ અને આંદોલનને ખુલ્લો ટેકો જાહેર કરીને પોતાના હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે. ભાવિક કાવરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, તેમને એવી આશા હતી કે સરકાર આ ચાલુ આંદોલનનો ખૂબ જ ઝડપથી કોઈ સકારાત્મક ઉકેલ લાવશે. પરંતુ લાંબો સમય વીતવા છતાં પણ કોઈ યોગ્ય નિરાકરણ ન આવતા તેઓ આખરે ખેડૂતોના હિતમાં આ આત્મનિર્ભર નિર્ણય લઈ પક્ષમાંથી મુક્ત થઈ રહ્યા છે. ખેડૂત આંદોલનની આગ વચ્ચે મોરબી ભાજપના સંગઠનમાંથી આ રીતે રાજીનામા પડવાની શરૂઆત થતાં આગામી દિવસોમાં સ્થાનિક રાજકારણમાં મોટા પલટા આવવાના સંકેતો મળી રહ્યા છે.

App Store