VIDEO: હળવદમાં ઓઈલ લાઈનમાં લીકેજથી આગ, દુર્ઘટના ટાળવા અપાઈ ટ્રેનિંગ
હળવદ તાલુકાના નવા ઈસનપુર પાસે કોયલીથી કંડલા જતી ઓઈલની પાઈપ લાઈનમાં લીકેજ થતાં આગ લાગવાની ઘટના બને તો કેવી રીતે કાબુ મેળવવો તે માટે મોકડ્રીલનું આયોજન કરાયું હતું. હળવદના નવા ઇસનપુર ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા મોકડ્રિલનુ આયોજન કરાયું હતું. જેમાં મામલતદાર, ફાયર વિભાગ, પોલીસ, મેડિકલ વિભાગ સહિતના મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી જિલ્લાના 17 જેટલા ગામોમાંથી આઈઓસીએલની ઓઇલ પાઇપલાઇન પસાર થાય છે અને આ પાઇપલાઇનમાં લીકેજથી કોઈ સમસ્યા સર્જાય તો કેવી રીતે સમસ્યા પર કાબુ મેળવાય અને તંત્ર કેટલું સજ્જ છે તેનું મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક લિકેજ લાઈનમાં આગ લાગી હતી. આ આગ ઉપર મહામહેનતે કાબુ મેળવ્યો હતો.
આ મોકડ્રીલમાં એક લીકેજ થયેલી પાઇપ લાઇનમાં આગ લગતા તેને બુજાવવા માટે ફાયરની તેમજ બેભાન થયેલા કર્મચારીને હોસ્પિટલ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ સાથે સમસ્યા સર્જાય ત્યારે પોલીસની ભૂમિકા અને વિવિધ કામગીરી અંગે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ પશ્ચિમી ક્ષેત્ર વિરમગામ ઓફસાઈડ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
સંકટ સમયે પાઈપ લાઈન લીકેજ થાય તો તંત્ર કેટલું સાબદુ છે તેનો ડેમોટ્રેશન કરાયું હતું. જેમાં આઈઓસીએલના અધિકારીઓ સાથે ફાયર વિભાગ, આરોગ્ય વિભાગ, પોલીસ તંત્ર, તેમજ ગ્રામ પંચાયત અને ગ્રામજનોની વિશેષ ઉપસ્થિતિમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

