Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : Former teachers union president gets 10 years in prison in rape and blackmail case

Morbi/ દુષ્કર્મ અને બ્લેકમેઇલના કેસમાં શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખને 10 વર્ષની કેદ

Timeછેલ્લું અપડેટ : 04 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Morbi/ દુષ્કર્મ અને બ્લેકમેઇલના કેસમાં શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખને 10 વર્ષની કેદ
સોર્સ : gstv

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ વિરુદ્ધના ગંભીર દુષ્કર્મ અને બ્લેકમેઇલના કેસમાં મોરબીની કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી વિજય સરડવાને દોષિત ઠેરવી 10  વર્ષની સખ્ત કેદની સજા અને રૂપિયા 5 લાખનો દંડ ફટકાર્યો છે.

App Store

શું હતો સમગ્ર મામલો?

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ વિજય સરડવાને કોર્ટે સજા ફટકારી છે. આરોપી વિજય સરડવા સામે ભોગ બનનાર એક શિક્ષિકાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં દુષ્કર્મ અને બ્લેકમેઇલ કરવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.  ફરિયાદ મુજબ, આરોપીએ ભોગ બનનાર શિક્ષિકાને ખોટા વાયદાઓ કરીને રાજકોટ ખાતે લઈ જઈને તેમની સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું.

બાળકોને શિક્ષણ આપવાના અને શિક્ષકોના હિતનું રક્ષણ કરવાના પદ પર રહેલી વ્યક્તિ દ્વારા આવા ઘૃણાસ્પદ કૃત્ય આચરવામાં આવતા સમગ્ર શિક્ષક આલમમાં ચકચાર મચી ગઈ હતી. કોર્ટના આ આકરા ચુકાદાથી પીડિતાને ન્યાય મળ્યો છે અને સમાજમાં સખ્ત સંદેશ પણ પહોંચ્યો છે.