Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : Fierce fire in groundnut godown in Morbi: loss of crores, efforts continue for 20 hours

VIDEO: મોરબીમાં મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ: કરોડોનું નુકસાન, ૨૦ કલાકથી જહેમત જારી

Timeછેલ્લું અપડેટ : 05 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મોરબીમાં આવેલા મગફળીના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગને ૨૦ કલાક વીતવા છતાં હજુ પણ કાબુમાં મેળવવા માટે તંત્ર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આ ગોડાઉનમાં રાખવામાં આવેલી ૧.૫૯ લાખ મગફળીની બોરીઓ આગમાં સપડાતા કરોડો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ભીષણ આગના કારણે ગોડાઉનનો વિશાળ શેડ પણ ધરાશાયી થયો છે. ટેકાના ભાવે સરકાર દ્વારા ખરીદી કરવામાં આવેલી આ મગફળીનો જથ્થો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે. હાલમાં તંત્ર દ્વારા ગોડાઉનમાંથી બળી ગયેલી મગફળીને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે, ગોડાઉનમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે અને ત્યાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા તેમજ ફાયર સેફ્ટીના સાધનોની કાર્યક્ષમતા સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.

App Store