Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : Complaint filed against 5 people for renting bank accounts to transfer money for cyber fraud

Morbi: સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરવા માટે બેંક એકાઉન્ટ ભાડે આપનાર 5 શખ્સો સામે ફરિયાદ

Timeછેલ્લું અપડેટ : 14 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Morbi: સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરવા માટે બેંક એકાઉન્ટ ભાડે આપનાર 5 શખ્સો સામે ફરિયાદ
સોર્સ : gstv

મોરબી સાયબર ક્રાઇમ પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરીને સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરવા માટે પોતાનાં બેંક એકાઉન્ટ ભાડે આપનાર (મ્યુલ એકાઉન્ટ) હળવદના પાંચ શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. આ આરોપીઓ સામે તમિલનાડુ, કર્ણાટક અને મહારાષ્ટ્ર સહિતના અન્ય રાજ્યોમાં થયેલા સાયબર ફ્રોડના નાણાં જમા થયા હોવાનું સામે આવ્યું છે.

App Store

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ સમગ્ર રેકેટનો પર્દાફાશ એસબીઆઈ બેંકમાં રોજમદાર તરીકે કામ કરતા શ્રીપાલ સિંહ નામના વ્યક્તિ મારફતે થયો હતો. શ્રીપાલ સિંહે હળવદના ચાર મ્યુલ એકાઉન્ટ ધારકોને સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરવા બદલ રકમના અડધાથી એક ટકા કમિશનની લાલચ આપી હતી. આ લાલચમાં આવીને તેમણે પોતાના બેંક ખાતા સાયબર ગુનેગારોને ઉપયોગ માટે ભાડે આપ્યા હતા. આ મામલે માનગઢ ગામના હરજીવન પટેલ, કડીયાણા ગામનાં મુકેશ ભરવાડ, જગદીશ ભરવાડ અને મેરુપર ગામનાં સાગર પટેલ સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે. જો કે આરોપી હરજીવનભાઈ પટેલ અને સાગર પટેલની અટકાયત કરવામાં આવી છે. બાકીના આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીઓના બેંક એકાઉન્ટમાં જમા થયેલા નાણાં તમિલનાડુ, કર્ણાટક અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી સાયબર ફ્રોડ દ્વારા મેળવવામાં આવ્યા હતા, જેના પરથી આ આંતરરાજ્ય કૌભાંડ હોવાનું સ્પષ્ટ થાય છે.