Morbi: શનાળા ગામ નજીક લૂંટ, કરિયાણા વેપારી પાસેથી સાડા ત્રણ લાખ ભરેલો થેલો આંચક્યો
મોરબીના શનાળા વિસ્તારમાં એક ચોંકાવનારી લૂંટની ઘટના સામે આવી છે, જેમાં કરિયાણા વેપારી પાસેથી સાડા
મોરબીના શનાળા વિસ્તારમાં એક ચોંકાવનારી લૂંટની ઘટના સામે આવી છે, જેમાં કરિયાણા વેપારી પાસેથી સાડા ત્રણ લાખ રૂપિયા ભરેલા થેલી ઉઠાંતરી કરવામાં આવી છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.
એક અજાણ્યો ઈસમે કરિયાણા વેપારી ઘનશ્યામભાઈ સાથે ઝપાઝપી કરીને તેમની પાસેથી રૂ. 3.50 લાખની રોકડ રકમ ભરેલી થેલી આંચકીભાગી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ મોરબી એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) અને એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો. પોલીસે આસપાસના વિસ્તારોમાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસવાની શરૂઆત કરી અને આરોપીને પકડવા માટે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી.



