મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : મચ્છુ નદીના પટમાં સ્વામિનારાયણ મંદિર પ્રશાસન દ્વારા દીવાલ પરના બીમ તોડવાની કામગીરી શરૂ

Morbi News : મોરબીમાં મચ્છુ નદીના પટમાં બાંધકામ મામલે BAPS સ્વામિનારાયણ મંદિર પ

VIDEO : મચ્છુ નદીના પટમાં સ્વામિનારાયણ મંદિર પ્રશાસન દ્વારા દીવાલ પરના બીમ તોડવાની કામગીરી શરૂ

Morbi News : મોરબીમાં મચ્છુ નદીના પટમાં બાંધકામ મામલે BAPS સ્વામિનારાયણ મંદિર પ્રશાસન દ્વારા દીવાલ પરના બીમ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. મોરબી નગરપાલિકાની નોટિસ બાદ નદીના પટમાં દબાણ દૂર કરવા સંસ્થા તૈયાર થઈ હતી. મંદિર આસપાસની દીવાલ નદીના પટમાં હોવાની રાવ બાદ તંત્રએ મંદિરને નોટીસ ફટકારી હતી.

મંદિરના વહીવટદાર સહિત 12 લોકોને પાલિકાએ ફટકારી હતી નોટિસ 

મોરબીની મચ્છુ નદીમાં જૂરી વગર બાંધકામ કરવા મામલે મોરબી નગરપાલિકાએ BAPS સ્વામિનારાયણ મંદિરના વહીવટદાર સહિત  12 લોકોને નોટિસ ફટકારી બે દિવસમાં સ્વખર્ચે બાંધકામ દૂર કરવા આદેશ કર્યો હતો. 

પાલિકાની નોટિસ બાદ આજથી સ્વામિનારાયણ મંદિરના વહીવટકર્તાઓએ સ્વૈચ્છીક રીતે મચ્છુ નદીમાં બાંધેલી દિવાલના બીમ તોડવાનું શરૂ કર્યું છે. જોકે આખી દીવાલ દૂર કરવા અંગે હવે નિર્ણય લેવામાં આવશે અને આ મામલે ટેકનિકલ નિષ્ણાંતની સલાહ લેવામાં આવી રહી  હોવાનું મંદિરના વહીવટકર્તાએ જણાવ્યું હતું.

આ સમાચાર શેર કરો