મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મોરબી: 6 કલસ્ટર ફેકટરીમાં DGGIની ટીમના દરોડા, 50 અધિકારીઓ તપાસમાં જોડાયા

મોરબીમાં સિરામિક કલસ્ટરની 6 કલસ્ટર ફેકટરીમાં DGGIની ટીમના દરોડા પડ્યા હતા. ચૂંટણી બાદ DDGIની ટીમ દ્વારા તપાસનો ધમધમ

મોરબી: 6 કલસ્ટર ફેકટરીમાં DGGIની ટીમના દરોડા, 50  અધિકારીઓ તપાસમાં જોડાયા

મોરબીમાં સિરામિક કલસ્ટરની 6 કલસ્ટર ફેકટરીમાં DGGIની ટીમના દરોડા પડ્યા હતા. ચૂંટણી બાદ DDGIની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવતા ફફડાટ ફેલાયો. આગાઉ રાજકોટ DGGIના રીજીયોનલ યુનિટ દ્વારા થોડા સમય પહેલા એક હજાર કરોડનું બોગસ ઈ-વેબિલ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યુ હતું.

 6 કલસ્ટર ફેકટરીમાં DGGIની ટીમના દરોડા પડ્યા

મોરબીમાં GSTમાં ચોરી ઝડપી પાડવામાં માટે DGGI દ્વારા દરોડા પાડીને તપાસની કામગીર હાથ ધરવામાં આવી છે. ગઈકાલે બપોર બાદ રાજકોટ અને અમદાવાદના 50 જેટલા અધિકારીઓએ  મોરબીની 6 સીરામીક ફેક્ટરીમાં દરોડા પાડી તપાસ શરૂ કરી હતી.

સીરામીક ઉદ્યોગમાં તપાસના ધમધમાટથી ફફડાટ ફેલાયો

અગાઉ મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિ દ્વારા બોગસ ઈ-વેબિલ જનરેટ કરી કરોડો રૂપિયાનું GST ચોરીનું કૌભાડ આચર્યું હોવાનું બહાર આવ્યું હતું.જેને લઈ એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી હતી.ત્યારે ફરી એક વખત મોરબીમાં સીરામીક ઉદ્યોગમાં તપાસના ધમધમાટથી ફફડાટ ફેલાયો છે.

આ સમાચાર શેર કરો