સુભાષ ભટ્ટ અને જય વસાવડાના પુસ્તકોનું 15મીએ અમદાવાદમાં મોરારિબાપુના હસ્તે વિમોચન
નવભારત સાહિત્ય મંદિર દ્વારા પુસ્તક વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુ

નવભારત સાહિત્ય મંદિર દ્વારા પુસ્તક વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુભાષ ભટ્ટના પુસ્તક ‘રૂમી’ અને જય વસાવડાના પુસ્તક ‘રેઇન ડ્રોપ્સ’નું મોરારિબાપુના હસ્તે વિમોચન કરાશે. આ પુસ્તક વિમોચન કાર્યક્રમ 15મી નવેમ્બર 2024, શુક્રવારના રોજ સાંજે 7થી 9 વાગ્યા સુધી દીનદયાળ હોલ, રંગોલી રાજપથ રોડ, બોડકદેવમાં યોજાવાનો છે. આ કાર્યક્રમમાં પ્રવેશ નિઃશુલ્ક છે. તેમજ કાર્યક્રમમાં બંને સર્જકોના ઓટોગ્રાફ સાથે પુસ્તક મળશે. આ પુસ્તક વિમોચન કાર્યક્રમનું સંચાલન નેહલ ગઢવી દ્વારા કરવામાં આવશે.




