VIDEO: પૂરઝડપે આવી રહેલી કારે જોરદાર ટક્કર મારતા મોપેડ ચાલકનું મોત, કાર ચાલક વાહન ઘટનાસ્થળે જ છોડીને ફરાર
સાબરકાંઠાના પ્રાંતિજ નજીક વદરાડ ખાતે આવેલ ઇન્ડો-ઇઝ


સાબરકાંઠાના પ્રાંતિજ નજીક વદરાડ ખાતે આવેલ ઇન્ડો-ઇઝરાયલ એક્સલન્સ સેન્ટર પાસે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. એક મોપેડ ચાલકને પાછળથી પૂરઝડપે આવી રહેલી કારે જોરદાર ટક્કર મારતા મોપેડ ચાલક મહેન્દ્ર ભાવસારનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
અકસ્માત સર્જીને કાર ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે જ છોડીને ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને ભાગી છૂટેલા કાર ચાલકની શોધખોળ હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે.




