મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સ્કૂલ જતી વિદ્યાર્થિનીઓની છેડતી કરનાર નબીરા ઝડપાયા, સ્પોર્ટસ બાઈકનો કરતાં ઉપયોગ

નાના બાળકો સાથેના અત્યાચારના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં પણ શાળાએ જતી વિદ્યાર્થ

સ્કૂલ જતી વિદ્યાર્થિનીઓની છેડતી કરનાર નબીરા ઝડપાયા, સ્પોર્ટસ બાઈકનો કરતાં ઉપયોગ

નાના બાળકો સાથેના અત્યાચારના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં પણ શાળાએ જતી વિદ્યાર્થિનીઓ સાથે છેડતી થતી હોવાની ઘટના સામે આવી હતી. નબીરાઓ સ્પોર્ટ્સ બાઈક પર આવીને વિદ્યાર્થિનીઓ સાથે છેડતી કરીને નાસી જતાં હતાં. જો કે, ફરિયાદના આધારે ગણતરીના સમયમાં પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતાં.

આ પણ વાંચોઃ સોશિયલ મીડિયાથી સંપર્ક વધારતા પહેલાં સાવધાન, છત્તીસગઢની પરિણીતાને સુરત બોલાવી મુંબઇના યુવકે રેપ કર્યો

બાઈક કબ્જે કરાયું

રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્કૂલેથી પરત ફરતી બે વિદ્યાર્થિનીઓની છેડતી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે પોલીસે તાબડતોડ કાર્યવાહી કરી હતી. છેડતી કરનારા બન્ને આરોપીઓને ઝડપી લીધા હતાં. આરોપીઓ સામે વડોદરા શહેર, પંચમહાલ, છોટાઉદેપુર જિલ્લામાં મિલ્કત સબંધી ગુના અગાઉ નોંધાયાનું સામે આવ્યું છે. બન્ને આરોપીઓ પાસેથી અપાચે સ્પોર્ટસ બાઈક કબ્જે કરવામાં આવ્યું હતું. 

આ સમાચાર શેર કરો