VIDEO:500 કરોડના ખર્ચે જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલનું આધુનિક રૂપાંતર
જામનગર ખાતે સૌરાષ્ટ્રની સૌથી મોટી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલનું અંદાજે 500 કરોડના

જામનગર ખાતે સૌરાષ્ટ્રની સૌથી મોટી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલનું અંદાજે 500 કરોડના ખર્ચે નવનિર્માણ થઈ રહ્યું છે.જેની તાજેતરમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને પદાધિકારીઓએ મુલાકાત લીધી હતી. 98 વર્ષ જૂની આ હોસ્પિટલમાં બેડની સંખ્યા 1800 થી વધારીને 3 હજાર કરવામાં આવશે.તેમજ 7 થી 8 માળની અદ્યતન બિલ્ડિંગોનું નિર્માણ થશે. આ પ્રોજેક્ટ હેઠળ આઈસીયુ બેડની ક્ષમતા પણ 75 થી વધારી 225 કરાશે.જેનાથી જામનગર સહિત ખંભાળિયા, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જેવા આસપાસના જિલ્લાઓના દર્દીઓને અત્યાધુનિક સ્વાસ્થ્ય સેવાઓ ઘરઆંગણે મળી રહેશે. પદાધિકારીઓએ આ પ્રોજેક્ટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની દેશની અવિરત વિકાસ યાત્રાનું મહત્વનું પગલું ગણાવ્યું હતું.




