ભાવનગર જેલમાં કેદી પાસેથી મળ્યો મોબાઈલ, સંતાડ્યો હતો શરીરના આ ‘ગુપ્ત’ ભાગમાં!
ભાવનગર શહેરની જેલમાં કેદી પાસેથી મોબાઈલ મળી આવ્યો છે. જેલમાં સર્ચ ટીમની તપાસ દરમિયાન કેદી પાસેથી મોબાઈ

ભાવનગર શહેરની જેલમાં કેદી પાસેથી મોબાઈલ મળી આવ્યો છે. જેલમાં સર્ચ ટીમની તપાસ દરમિયાન કેદી પાસેથી મોબાઈલ પકડાયો હતો, જો કે આ કેદીએ શરીરના જે ભાગમાં મોબાઈલ છુપાવ્યો હતો એ જોઈને જેલ અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા.
ગુદા માર્ગમાં છુપાવ્યો હતો ફોન
ભાવનગર જિલ્લા જેલમાં સર્ચ ટીમની તપાસ દરમિયાન રવિ બારૈયા નામના કાચા કામના કેદી પાસેથી મોબાઈલ પકડાયો હતો. સર્ચ ટીમને પહેલા મોડીફાઇડ કરેલું નાનું ચાર્જર મળી આવ્યું હતું જેમાં વધુ શંકા જતા જેલના મેડિકલ ઓફિસરનાં અભિપ્રાય દ્વારા કેદીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
હોસ્પિટલ રવિ બારૈયાનો એકસરે કરવામાં આવતા તેના ગુદા માર્ગમાં મોબાઈલ દેખાયો હતો. કેદીના શરીરના ગુપ્ત ભાગમાંથી મોબાઇલ રિકવર કરીને તેના કેદી વિરુદ્ધ ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરવામાં આવી છે.
હાલ કાચા કામના આ કેદીને હોસ્પિટલના પ્રિઝનલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે.






