મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પોતાના જન્મદિવસે જાતે ખાડા પૂર્યા

પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પોતાના જન્મદિન નિમિત્તે પાટણમાં બિસ્માર રોડનું પાલિકાને યાદ અપ

VIDEO: પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પોતાના જન્મદિવસે જાતે ખાડા પૂર્યા

પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પોતાના જન્મદિન નિમિત્તે પાટણમાં બિસ્માર રોડનું  પાલિકાને યાદ અપાવવા નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. કિરીટ પટેલે  રેલવે ગરનાળા થી બગવાડા દરવાજા વિસ્તાર પરના ખાડા પૂરવાની કામગીરી હાથ ધરી હતી. માર્ગો પર પડેલ ખાડા પાલિકા તંત્ર દ્વારા ન પુરવામાં આવતા ધારાસભ્ય મેદાનમાં ઉતર્યા હતા.  બે ટ્રેક્ટરોમાં સિમેન્ટ, રેતી અને મેટલમાંથી બનાવાયેલ વેટમિક્સ માલ ભરીને ખાડા પુરાણ કામગીરી હાથ ધરવામાં આવતા લોકોએ આ પ્રજાલક્ષી કામગીરીને આવકારી હતી.

આ સમાચાર શેર કરો