ગેરકાયદે રેતી ખનન સામે MLA મેદાનમાં, પાવીજેતપુરના ધારાસભ્યએ અધિકારીઓને બોલાવ્યા નદીના પટમાં
રાજ્યભરની નદીઓમાં બેફામપણે રેતી ઉલેચવામાં આવી રહી છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં બેફામ ગેરકાયદે

રાજ્યભરની નદીઓમાં બેફામપણે રેતી ઉલેચવામાં આવી રહી છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં બેફામ ગેરકાયદેસર થઈ રહ્યું છે. રેતી ખનન,જો કે, આ બાબતે તંત્ર આંખ આડે કાન કરતું હોય છે. ત્યારે પાવીજેતપુરના ધારાસભ્ય પૂલનું ધોવાણ થયા અંગેની રજૂઆત મળી હોવાથી નિરીક્ષણ કરવા પહોંચ્યા હતાં. ત્યારે તેમણે નદીમાં ઉલેચાતી રેતી અંગેનું સંજ્ઞાન થતાં તેમણે અધિકારીઓને નદીના પટમાં બોલાવ્યા હતાં.
આ પણ વાંચોઃ સુરતમાં ધોળા દિવસે જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ, દુકાનમાં ઘુસેલા શખ્સોએ બેનાં કાપ્યાં ગળાં
લીઝ બહાર ખનન
ગેરકાયદેસર રેતી ખનન મામલે ધારાસભ્ય મેદાનમાં ઉતર્યા છે. પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિ રાઠવા બેફામ રેતી ખનનને લઈ પંથકના પૂલનું ધોવાણ થયાની રજૂઆત મળી હોવાથી નિરીક્ષણ કરવા નીકળ્યા હતા. બોડેલી તાલુકાના ખડકલા- મોટા વાંટાને જોડતા રોડ ઉપરના પૂલ નજીક નિયમ વિરુદ્ધ લીઝની હદ બહાર બેફામ રેતી ખનન કરાતું હોવાનું સામે આવ્યું હતું. જેથી ભૂસ્તર વિભાગના અધિકારીઓને ધારાસભ્યએ સ્થળ ઉપર રૂબરૂ બોલાવ્યા હતાં.
આંદોલનની ચીમકી
ગેરકાયદેસર ખનનની માપણી કરી રેતી માફિયાઓ સામે કાયદેસર કાર્યવાહી કરવા MLAએ રજૂઆત કરી હતી. યોગ્ય અને કડક કાર્યવાહી નહીં કરાય તો ઉગ્ર આંદોલન અને ઉપવાસ આંદોલનની પણ ધારાસભ્ય જયંતિ રાઠવાએ ચિમકી ઉચ્ચારી હતી. બેફામ ગેરકાયદેસર રેતી ખનન ને લઈને જ સિંહોદ નોઆખો પૂલ ધરાશાયી થયો છે.છતાં તંત્રના સબ સલામત ના દાવા કરી રહ્યું છે. સરકાર અને તંત્ર દ્વારા કડક કાર્યવાહી નહીં કરાય તો આગામી સમયમાં એકપણ પૂલ નહીં ટકે તેમ કહેવામાં આવી રહ્યું છે.








