VIDEO: મારામારી કેસમાં MLA ચૈતર વસાવાની ધરપકડ, સમર્થકોએ પોલીસની આગળ સૂઈ જઈ કર્યો હોબાળો
નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં પ્રાંત કચેરી ખાતે યોજાયેલી ATVT (આદિજાતિ વિકાસ કચેરી)ની સંકલન બેઠક દરમિયાન ડેડીયાપ
નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં પ્રાંત કચેરી ખાતે યોજાયેલી ATVT (આદિજાતિ વિકાસ કચેરી)ની સંકલન બેઠક દરમિયાન ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા વચ્ચે મારામારી થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. સંજય વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવા પર મોબાઈલ ફોન અને કાચનો ગ્લાસ ફેંકવા, લાફા ઝીંકવા અને ગોળી મારી મારી નાખવાની ધમકી આપવાનો ગંભીર આક્ષેપ કર્યો છે, જેના પગલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. જેમાં ચૈતર વસાવાની ધરપકડ કરાઈ છે. બાદમાં ચૈતર વસાવાને પોલીસ જીપમાં બેસાડીને રાજપીપળા લઈ ગઈ હતી. એ દરમિયાન ચૈતર વસાવાના સમર્થકો દ્વારા પોલીસને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે લોકોને હટાવી રાજપીપળા લઈ જઈ રહી હતી. ત્યારે મોટી સંખ્યામાં સમર્થકો પોલીસ સ્ટેશનમાં આવી ગાડીની આગળ સૂઈ ગયા હતા. પોલીસે તેઓને હટાવી દીધા હતાં.



