જૂનાગઢ: લુખ્ખા તત્વોએ મહિલાનું દબાવ્યું ગળું, પોલીસ કર્મચારીને પણ આપી ધમકી
જૂનાગઢમાં લુખ્ખાઓનો ત્રાસ સતત વધતો જઈ રહ્યો છે. બે લુખ્ખાઓ એ બે મહિલા અને તેમના સાસુ પર હુમલો કર્યો હતો. શહેરના પં

જૂનાગઢમાં લુખ્ખાઓનો ત્રાસ સતત વધતો જઈ રહ્યો છે. બે લુખ્ખાઓ એ બે મહિલા અને તેમના સાસુ પર હુમલો કર્યો હતો. શહેરના પંચેશ્વર વિસ્તારમાં રહેતા જાગૃતિબેન અને તેમના જેઠાણી દયાબેન કરિયાણું લેવા ખાડીયા વિસ્તારમાં ગયા ત્યાં સંદીપ તથા તેનો મિત્ર જયેશ વઘેરા ત્યાં હાજર હતા. બંને દુકાનમાં ઢીકા મારી કરિયાણાનો સામાન નીચે ફેકતા હતા.
જાગૃતિબેનને સામાન લેવાનો હોવાથી તેને બાજુ પર જવાનું કહેતા સંદીપે તું જતી રહે, દુકાને ખુલશે નહીં એમ કહી જાગૃતિબેન અને જેઠાણીને ગાળો આપી. બાદમાં સંદીપ ઉર્ફે કાલીયો છરી લઈ આવ્યો, જેથી જાગૃતિબેન એ તેમના સાસુ ધાનીબેનને બોલાવ્યા ધાનીબેન સંદીપને તેમના મિત્ર જયેશને સમજાવતા બંનેએ ધાનીબેનને ગાળો આપી ગળુ દબાવી અત્યારનો પ્રયાસ કર્યો હતો. જાગૃતિબેનના પેટ છરી રાખી 1150 રૂપિયાનું પર્સ લૂંટી લીધું.
જો વચ્ચે પડશો તો તમને પણ એટ્રોસિટીના કેસમાં ફીટ કરી દઈશ
પોલીસને ફોન કર્યાનું જાણ્યા બાદ બંને અસામાજિક તત્વોએ ઉશ્કેરાયા હતા. પોલીસને જોઈ સંદીપે જયેશના ગળા પર કાચ રાખી તમે મને પકડશો તો જયેશને મારી નાખીશ એમ કહી પોલીસને પણ એટ્રોસિટીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
એક શખ્સે પોતાના શરીર પર છરીના ઘા પણ માર્યા
પોલીસની સામે એક શખ્સે પોતાના શરીર પર છરીના ઘા પણ માર્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થયો હતો. જોકે ત્યારબાદ બન્ને શખ્સોની પોલીસે અટકાયત કરી છે.






