અંબાજીમાં મિની કુંભ જેવો માહોલ: રશિયા, તુર્કી અને જર્મનીના સંતોએ માનસરોવરના તટે કરી ગંગા આરતી
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લ
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના જાણીતા શક્તિપીઠ અંબાજી ખાતે યોજાનાર ઉત્તરાયણ સાધુ મહામેળાનો આજે બીજો દિવસ છે. અલગ અલગ દેશોથી પણ વિદેશ સાધુઓ આ પ્રસંગે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. 11 તારીખ થી 15 તારીખ સુંધી ચાલનાર આ સાધુ સંગમ મેળાનો આજે બીજો દિવસ છે, ત્યારે આજે મોડી સાંજે ગંગા આરતી કરવામાં આવી હતી આ ગંગા આરતીને જોવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.
યાત્રાધામ હરિદ્વારની જેમ શક્તિપીઠ અંબાજીમા આજે ભવ્ય ગંગા આરતી યોજાઈ હતી, આ ગંગા આરતી અંબાજી મંદિરના પાછળ આવેલ પ્રાચીન માનસરોવર કુંડ ખાતે કરવામાં આવી હતી. બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રો ઉચ્ચાર સાથે આ ભવ્ય ગંગા આરતી કરવામાં આવી હતી. મા ગંગા આરતીની ભવ્યતા અને અદ્ધભૂત દ્રશ્યોને નિહાળવા માટે ભક્તો ઉમટી પડ્યા હતા. અનેકો સાધુ સંતોના આ સંગમથી શક્તિપીઠ અંબાજીમાં ભક્તિમય માહોલ છવાયો છે. શ્રી શંભુ પંચ દશનામ આવાહન અખાડા દ્વારા આજે સાંજે માન સરોવર ખાતે ગંગા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.




