Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : Meteorological Department's new forecast: Heavy to very heavy rains in many districts

VIDEO: હવામાન વિભાગની નવી આગાહી: અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ

Timeછેલ્લું અપડેટ : 05 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv
 
App Store
હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે ગુજરાતના તમામ જિલ્લાઓ માટે વરસાદની નવી આગાહી અને ચેતવણી જાહેર કરી છે. આગામી કેટલાક દિવસો રાજ્યના અનેક ભાગો માટે ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાત: ડાંગ, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં શરૂઆતના ત્રણેય દિવસ અત્યંત ભારે વરસાદની આશંકા છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડમાં અત્યંત ભારે વરસાદનો દોર ચાલુ રહેશે. સુરત, તાપી, ભરૂચ, ભાવનગર અને અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના યથાવત છે. મધ્ય ગુજરાતના વડોદરામાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકાની આગાહીને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારો અને દરિયાકાંઠાના લોકોને સાવધ રહેવા અપીલ કરવામાં આવી છે. 8 જુલાઇ બાદ 11 જુલાઇ સુધી વરસાદનું જોર રાજ્યમાં ઘટશે.