Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : VIDEO: Huge rush of tourists to see the famous Sun Temple of Modhera during Diwali vacation

VIDEO: વિખ્યાત મોઢેરાના સૂર્યમંદિરને દિવાળી વેકેશનમાં જોવા પ્રવાસીઓનો ભારે ધસારો

Timeછેલ્લું અપડેટ : 25 Oct 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: મહેસાણા જિલ્લામાં આવેલા ઐતિહાસિક મોઢેરાના સૂર્યમંદિર ખાતે, દિવાળીના તહેવારની રજાઓમાં પ્રવાસીઓનો ધસારો ખાસ જોવા મળી રહ્યો છે. સોલંકી યુગના આ ભવ્ય સ્થાપત્યને નિહાળવા માટે જાણે આખો ગુજરાત ઉમટી પડ્યું હોય તેમ મોઢેર ખાતે જોવા મળી રહ્યું છે.

App Store

દિવાળીથી પાંચમ સુધીના લાંબા વેકેશનમાં દૂર-દૂરથી આવેલા પ્રવાસીઓની ભારે ભીડને કારણે મંદિર પરિસર ગૂંજતું થયું છે. આશરે એક હજાર વર્ષ જૂના આ કલાત્મક મંદિરને જોઈને લોકો ધન્યતા અનુભવી રહ્યા છે. આ મંદિરનું કોતરણી કામ અદ્ભુત છે આટલા વર્ષો પછી પણ આટલી ઝીણવટભરી કારીગરી ખરેખર અવિશ્વસનીય છે. તેમ લોકોએ જણાવ્યું હતું. દિવાળી વેકેશનનો પૂરેપૂરો આનંદ આજે મોઢેરા આવીને આવ્યો હોવાનું પ્રવાસીઓએ જણાવ્યું હતું. સરકરી તંત્ર દ્વારા 
મોઢેરાને મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવતા, અહીં પ્રવાસીઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. મંદિરનું અદભુત કોતરકામ અને તેના સ્થાપત્યની ખાસિયત જોઈને પ્રવાસીઓ તેના ભૂતકાળના ગૌરવને યાદ કરી રહ્યા છે.

 ગુજરાત આખામાંથી ફક્ત આ મંદિર જોવા માટે લોકો અહીં આવી રહ્યા છે. અહીંની શાંતિ અને કલાત્મકતા મનને મોહી લે છે. જે પહેલા કીડિયારું ઉભરાયું હોય તેમ મોઢેરા મંદિરમાં જોવા મળે છે. રાજ્યભરમાંથી આવેલા લોકો દિવાળીના આ વેકેશનમાં સાંસ્કૃતિક વારસાની મોજ માણી રહ્યા છે. મોઢેરા સૂર્યમંદિર માત્ર એક ઈમારત નહીં, પણ ગુજરાતના ગૌરવશાળી ઈતિહાસનો જીવંત દસ્તાવેજ છે.