VIDEO: અમૂલની તેની પ્રોડ્ક્ટનું ડુપ્લીકેટ અટકાવવા ઘી, દૂધ, માખણ સહિતના ઉત્પાદનો પર ક્યુઆર કોડ લગાવશે
સોર્સ : GSTV
VIDEO: રાજ્યમાં સતત વધતા બનાવટી ઘી, દૂધ અને તેના ઉત્પાદનોને લીધે અમૂલ મિલ્ક ફેડરેશને આજે એક મહત્ત્વનો નિર્ણય લીધો હતો. જેમાં અમૂલની તમામ પ્રોડક્ટનું ડુપ્લીકેટ અટકાવવાનો નિર્ણય કરાયો હતો. જેથી અમૂલના તમામ ઉત્પાદનો પર ક્યુઆર કોડ લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં દૂધ, ઘી, માખણ સહિતની પ્રોડક્ટસ ઉપર ક્યુઆર કોડ ફરજિયાત કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં અમૂલ અને સાગરના નામથી ડુપ્લીકેટ ઘી વધુ પકડાય છે. બે દિવસ અગાઉ કડી શહેરમાં આવેલી એક સોસાયટીમાંથી અમૂલ અને સાગર ઘીનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો હતો. જેથી હવે સાગર ઘી અને અમૂલનું ડુપ્લિકેશન અટકાવવા તેના લેબલ પર કયુઆર કોડ લગાવવામાં આવશે. હવેથી તમામ ઘી પાઉચ હોય કે ડબ્બા તમામમાં ક્યુઆર કોડ આપવામાં આવશે. કયુઆર કોડથી ઓળખ થશે કે ઉત્પાદન ક્યાં થયું છે.

