Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : VIDEO: After robbing and murdering a middle-aged woman, the absconding accused was caught

VIDEO: કડીના ઇન્દ્રાડ ગામની સીમમાં આધેડ મહિલાને લૂંટીને હત્યા કરી ફરાર આરોપી ઝડપાયો, પોલીસે આરોપી સાથે ઘટનાસ્થળનું રીકન્સ્ટ્રક્શન કર્યું

Timeછેલ્લું અપડેટ : 26 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા થયા છે. નંદાસણ પોલીસ મથકની હદમાં ટૂંકા ગાળામાં જ મહિલાઓની હત્યાની બીજી ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભય અને રોષનો માહોલ છે. ઇન્દ્રાડ ગામની સીમમાં લૂંટના ઈરાદે 54 વર્ષીય મહિલાની કરપીણ હત્યા કરી, પુરાવાનો નાશ કરવા હત્યારાઓએ મહિલાની લાશને ખેતરમાં જ દાટી દીધી હતી. પરંતુ સીસીટીવી ફૂટેજ અને પોચી જમીનના કારણે આ હિચકારા ગુનાનો પર્દાફાશ થયો છે.

App Store

ઘાસચારો લેવા ગયા અને હત્યા થઈ!

ઘટનાની મળતી વિગતો મુજબ ઇન્દ્રાડના હોડકા વિસ્તારમાં રહેતા શારદાબેન ઠાકોર ગત 20 માર્ચના રોજ બપોરે ખેતરમાં ઘાસચારો લેવા ગયા હતા. સાંજ સુધી તેઓ ઘરે પરત ન ફરતા પરિવારે ચિંતાતુર બની શોધખોળ કરી હતી, પરંતુ કોઈ પત્તો ન મળતા આખરે 21 માર્ચે નંદાસણ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાણ કરી હતી. પોલીસે આ મામલે ગંભીરતા દાખવી તપાસ શરૂ કરી, જેમાં આસપાસની ફેક્ટરીઓના સીસીટીવી ફૂટેજ મહત્વના સાબિત થયા હતા. ફૂટેજમાં શારદાબેન ખેતર તરફ જતા અને તેમની પાછળ એક શંકાસ્પદ શખ્સ જતો નજરે પડ્યો હતો.

ખોદાયેલી પોચી માટીથી શંકા ઊપજી

પોલીસની તપાસ દરમિયાન 23 માર્ચના રોજ સવિતા અમૃત ફાર્મમાં લીંબુડીના વાવેતર પાસે નવી ખોદાયેલી પોચી માટી નજરે પડી હતી. શંકા પ્રબળ બનતા પોલીસે પંચોની હાજરીમાં અને વીડિયોગ્રાફી સાથે ત્યાં ખોદકામ કરાવ્યું, તો અંદાજે એક ફૂટની ઊંડાઈએથી શારદાબેનની કોહવાયેલી લાશ મળી આવી હતી. આ દ્રશ્ય જોઈને પોલીસ અને પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. હત્યારાઓએ અત્યંત ક્રૂરતાપૂર્વક મહિલાની હત્યા કરી પુરાવા નાશ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

આરોપીની ઓળખ સચિનકુમાર મુકુંદભાઈ કાંતિભાઈ દંતાણી

આ ચકચારી ઘટનાની જાણ થતાં જ મહેસાણા જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા. નંદાસણ પોલીસ અને મહેસાણા LCBની અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા અને સોના-ચાંદીના વેપારીઓને ત્યાં સઘન તપાસ હાથ ધરી. આ દરમિયાન પોલીસને બાતમી મળી કે એક વ્યક્તિ આશરે ૧ લાખ રૂપિયાની કિંમતના અને ૧ કિલો વજનના ચાંદીના કડલા વેચવા માટે આવ્યો હતો. આ કડી અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીને ઓળખી કાઢ્યો. આરોપીનું નામ સચિનકુમાર મુકુંદભાઈ કાંતિભાઈ દંતાણી હતું, જે મૂળ રાજપુરનો રહેવાસી છે અને હાલ ઈરાણા ગામની સીમમાં રહેતો હતો.