VIDEO: કડીમાં ' કાકાની ધાક જબરી હોં! ' એક જ ફોનથી થઈ ગયું આ મોટું કામ

રાજ્યના પૂર્વ ડે.સીએમ નીતિન પટેલ આજે ફરી ચર્ચામાં આવ્યા છે. અને એનું કારણ બીજું કંઈ નથી પણ તેમના વતન કડીમાં વેપારીઓ અને વિદ્યાર્થીઓને પડતી એક નાની સમસ્યાનું સમાધાન કરવા પોતે પહોંચી જતા સ્થાનિકો રાજી થઈ ગયા હતા. જેના કારણે લોકો તેમના વખાણ કરતા કહી રહ્યા છે કે, 'કાકાની ધાક જબરી હોં!'
વાત જાણે એમ છે કે, કડીમાં રેલવે નાળામાં ટુ-વ્હીલર માટે આડાશો મૂકી રસ્તો બંધ કરાયો હતો. અનેક વખત રજૂઆતો કરવા છતા તેનું નિરાકરણ નહોતું આવતું. અને આ આડાશોના કારણે લોકોને અવર-જવર કરવામા મુશ્કેલી પડી રહી હતી.
આ પણ વાંચોઃ રાજકોટમાં પણ BZ જેવું કૌભાંડ! 8000 લોકો પાસે રોકાણ કરાવી 300 કરોડથી પણ વધુની છેતરપિંડી
છેવટે સ્થાનિક વેપારીઓએ આ અંગે નીતિન પટેલને રજૂઆત કરી હતી. અને આ સાંભળતા જ નીતિન પટેલ આજે પોતે નવા રેલવેસ્ટેશને પહોંચી ગયા હતા. અહીં પહોંચી તેમણે આખા સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને ત્યાંથી જ રેલવેના ડેપ્યુટી ચીફ એન્જિનિયર અશોકકુમાર સિંઘ સાથે સીધી ફોન પર વાત કરી હતી. તેમનો ફોન જતા જ અધિકારી બોલ્યા હતા કે,આપ બસ આદેશ કરે મૂઝે કરના ક્યા હૈ.

