મહેસાણા: વિસનગર-વિજાપુર રોડ પર ભયાનક માર્ગ અકસ્માત, દુર્ઘટનામાં એકનું મોત એક ઘાયલ
રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. મહેસાણાના વિસનગર-વિજાપુર રોડ પર માર્ગ અક

રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. મહેસાણાના વિસનગર-વિજાપુર રોડ પર માર્ગ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટના વિસનગરના ગોઠવા ગામ પાસે કાર અને બાઈક વચ્ચે થઈ હતી. જેમાં બાઈકચાલકનું ઘટના સ્થળે મોત થયુ છે, બાઈક ચાલક કંકુપુરા ગામનો હોવાનું રહેવાસી હતો.
આ પણ વાંચો: પંચમહાલ: મોર ઊંમરડાના વિકાસના કામોમાં ભ્રષ્ટાચારનો આરોપ, બે અધિક મદદનીશ ઇજનેર ફરજ પરથી મોકૂફ
અકસ્માતમાં કારચાલકને પણ ઈજા પહોંચી
અકસ્માતમાં કારચાલકને પણ ઈજા પહોંચતા વિસનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. હાલ સારવાર હેઠળ છે. દુર્ઘટનાની જાણ થતાં જ વિસનગર તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.




