Video: વડનગર GMERS હોસ્પિટલમાં દવા આપવામાં ગંભીર બેદરકારી સ્ટાફ બ્રધર કાયમી સસ્પેન્ડ

મહેસાણાની વડનગર GMERS હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગમાં દર્દીને ઓરલ દવાના બદલે આઈ.વી પુશ આપી દેવાની ગંભીર બેદરકારી સામે આવી હતી . ખોટી રીતે દવા અપાતા દર્દીની તબિયત લથડી હતી, જોકે PICU ઇન્ચાર્જ અને સ્ટાફે તાત્કાલિક CPR આપીને દર્દીનો જીવ બચાવી લીધો હતો. દર્દીના પિતા મનોજ ઝાલાની મૌખિક ફરિયાદ બાદ ઇન્ચાર્જ HOD પાસે એક દિવસમાં રિપોર્ટ મંગાવાયો હતો, જેમાં રત્નપ્રભા સ્કૂલની વિદ્યાર્થીની અને સ્ટાફ બ્રધર બંનેની ભૂલ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું . તબીબી અધિક્ષક મુકેશ વોરાના જણાવ્યા મુજબ, જવાબદાર સ્ટાફ બ્રધરને કાયમી ધોરણે સસ્પેન્ડ કરાયા હતા અને વિદ્યાર્થીની સામે કાર્યવાહી માટે સ્કૂલને જાણ કરી ઓબ્ઝર્વેશન હાલ હોલ્ડ પર રખાયું હતું . વિરોધાભાસી નિવેદનોની તપાસ માટે ઉચ્ચ સ્તરીય કમિટી નિમી કાયદેસરની કડક કાર્યવાહી કરાશે.
જાહેરાત













