Mehsana news: રાજ્યસભાના સાંસદે શરૂ કરી નવી પહેલ, સામાન્ય નાગરિકને જોડાવા કરી અપીલ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્લાસ્ટિક મુક્ત ભારત ના સંકલ્પને સાકાર કરવાના હેતુથી રાજ્યના મહેસાણામાં રાજ્યસભાના સાંસદ મયંક નાયક દ્વારા એક સરાહનીય પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત શહેરના નાગરિકો પોતાના ઘરના જૂના કે ફાટેલા કપડાં આપીને બદલામાં નવી કાપડની થેલી મેળવી શકે છે.
અભિયાન માત્ર પર્યાવરણની જાળવણી પૂરતું મર્યાદિત નથી
આ અભિયાન માત્ર પર્યાવરણની જાળવણી પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેની સાથે સામાજિક સેવાનો ઉમદા હેતુ પણ જોડાયેલો છે. આ થેલીઓ વિધવા મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે, જેનાથી તેમને આત્મનિર્ભર બનવા માટે રોજગારીની તકો મળી રહી છે. મહેસાણામાં આવેલા રાજ્યસભાના મયંક નાયકના સેવાલય કાર્યલય ખાતે આ પ્રવૃત્તિ કરવામાં આવી છે.
કાપડની નવી થેલી આપવામાં આવે છે
કોઈપણ નાગરિક જ્યારે નકામા કપડાં લઈને સેવાલય પહોંચે છે, ત્યારે તેમને કાપડની નવી થેલી આપવામાં આવે છે. આ પહેલથી પ્લાસ્ટિકના વપરાશમાં ઘટાડો થશે અને લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવશે.સાથે રોજગારી મળશે અને એક નવી પહેલ પણ લોકો મા આવશે સાંસદ મયંકભાઈ નાયકના આ અનોખા પ્રયોગને સ્થાનિક લોકો દ્વારા બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.

