Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Mehsana / Uproar in Vadnagar Municipal Corporation general meeting

VIDEO: મહેસાણા / વડનગર પાલિકાની સામાન્ય સભામાં હોબાળો

Timeછેલ્લું અપડેટ : 01 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહેસાણાના વડનગર નગરપાલિકાની સામાન્ય સભા દરમિયાન ભારે હોબાળો અને તંગદિલીનું વાતાવરણ સર્જાયું હતું. સામાન્ય સભાની કાર્યવાહી દરમિયાન ભાજપ અને વિરોધ પક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર ઝપાઝપી થઈ હતી. આરોપ છે કે વિપક્ષના કોર્પોરેટર મહેન્દ્ર ઠાકોરે ભાજપના દંડક પાસેથી પક્ષનો વ્હીપ ઝૂંટવી લીધો હતો. વ્હીપ પરત લેવા ગયેલા ભાજપના કોર્પોરેટર સમીર પટેલને ગાલ પર બે લાફા મારવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ સરકારી ફરજમાં અડચણ ઊભી કરી વ્હીપનો કાગળ ફાડી નાખવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો પણ આરોપ છે. ફરિયાદના આધારે વડનગર સ્માર્ટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

App Store