Mehsana news: કડી નગરપાલિકાની ચૂંટણી પહેલા જ ભાજપમાં જ પડ્યા બે ફાંટા, આંતરિક વિખવાદ ચરમસીમાએ

સોર્સ : GSTV
મહેસાણાની કડી નગરપાલિકાની ચૂંટણી પહેલા જ ભાજપમાં આંતરિક ખેંચતાણ તેજ બની છે. ઉમેદવારોની પસંદગીને લઈ ભાજપ બે ભાગમાં વહેંચાયું હોય તેમ જણાય છે. પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા વચ્ચે પોતાના મનપસંદ ઉમેદવારોને સ્થાન અપાવવા માટે ભારે મડાગાંઠ સર્જાઈ છે.બીજી તરફ, સોશિયલ મીડિયા પર "ભ્રષ્ટાચાર મુક્ત કડી" જેવી પોસ્ટ્સ વાયરલ થઈ રહી છે, જેમાં વર્તમાન વહીવટ સામે આક્ષેપો કરી નવા ચહેરાઓને તક આપવાની ઝુંબેશ ચાલી રહી છે.

