Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Man arrested for killing young man and throwing his body into canal

'મારી બહેન સાથે લફરાં બંધ કરી દે..', મોઢેરામાં ઠાકોર યુવકની હત્યા કરી લાશ કેનાલમાં ફેંકનારો ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 27 Jan 2025
લાઇવ ટીવીGoogle News
'મારી બહેન સાથે લફરાં બંધ કરી દે..', મોઢેરામાં ઠાકોર યુવકની હત્યા કરી લાશ કેનાલમાં ફેંકનારો ઝડપાયો

મહેસાણા જિલ્લાના મોઢેરા ગામ નજીક ની નર્મદા કેનાલ માંથી ચાર દિવસ અગાઉ હત્યા કરાયેલી લાશ મળી હતી. પરીવાર અને પોલીસની તપાસના અંતે બહુચરાજી તાલુકાના મોઢેરા નજીક નર્મદા કેનાલમાંથી જોટાણા તાલુકાના મૂંદરડા ગામના ભરત ઠાકોરની લાશ મળી હતી. જેમાં ભરતની છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારથી હત્યા થયેલી લાશ મળતા પોલીસ માટે હત્યાનો ભેદ ઉકેલાવો ખૂબ જરૂરી બન્યો હતો.

App Store

આ પણ વાંચોઃ બાંગ્લાદેશમાં હવે સૈન્યમાં સત્તાપલટાની તૈયારી! કટ્ટરપંથીઓ સેના પર કબ્જો જમાવવાનો પ્રયાસ

મોઢેરા પોલીસની સાથે મહેસાણા એલસીબીએ હાથ ધરેલી તપાસમાં ગામના જ સંજય ઠાકોરની સાથે ભરત ઠાકોર જતો જોવા મળ્યો હતો. આથી મહેસાણા એલસીબીએ સંજય ઠાકોરની પૂછપરછ કરતાં તેની બહેન સાથે ભરત ઠાકોરને પ્રેમસંબંધ હોવાની શંકા હતી. પ્રેમસંબંધની શંકાના પગલે સંજય ઠાકોરે વારંવાર ભરત ઠાકોરને ઠપકો આપ્યો હતો તેમ છતાં પ્રેમસંબંધ ચાલુ રાખતા ભરત ઠાકોરને મોતને ઘાટ ઉતારવાનો નિર્ણય કર્યો હતો.

બહેનના પ્રેમી એવા ભરત ઠાકોરની હત્યાને અંજામ આપવા સંજય ઠાકોરે ભરતને બાઇક ઉપર બેસાડીને કેનાલ નજીક લઈ ગયો હતો. જ્યાં તેની સાથે માથાકૂટ કરી છાતીમાં છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારબાદ લાશને બાઇક ઉપર લઈ જઈ નર્મદા કેનાલમાં ફેંકી દીધી હોવાનો ખુલાસો કર્યો છે. મહેસાણા પોલીસે હત્યારા સંજય ઠાકોરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.