VIDEO : મહેસાણામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, મોડી રાત્રે અચાનક બદલાયું વાતાવરણ
સોર્સ : gstv
મહેસાણા જિલ્લામાં ગતરોજ મોડી રાત્રીએ મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું. આખો દિવસ અસહ્ય કાળઝાળ ગરમી અને બફારાનો સામનો કર્યા બાદ મોડી રાત્રે અચાનક વાતાવરણ બદલાયું હતું અને ઠંડો પવન ફૂંકાવા લાગ્યો હતો.મહેસાણા પંથકમાં વરસાદની એન્ટ્રી થતાં જ સમગ્ર પંથક હિલોળા લેવા લાગ્યો છે. જિલ્લાના મુખ્ય મથક મહેસાણા શહેર ઉપરાંત ઊંઝા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.

