Mehsana: અલગ-અલગ સ્થળે 2 ચાલુ કારમાં લાગી આગ, બંને કારમાં સવાર મુસાફરોનો થયો આબાદ બચાવ

સોર્સ : GSTV
મહેસાણા જિલ્લામાં આજે આગની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે, જેમાં ચાલુ કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે, બંને ઘટનાઓમાં કારમાં સવાર મુસાફરો સમયસર બહાર નીકળી જતાં મોટી જાનહાનિ ટળી હતી. ફાયર વિભાગની સતર્કતાને કારણે આગ પર કાબૂ મેળવી શકાયો હતો.
શહેરના મોઢેરા અંડરપાસ પાસે પસાર થઈ રહેલી GJ-08-AY-0486 નંબરની કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. તો બીજી તરફ મેવડ ટોલ ટેક્સ પાસે અર્ટિગા કાર (GJ-27-EC-7659)ના બોનેટના ભાગમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સદનસીબે બંને કારમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. બંને ઘટનાઓની જાણ થતાં જ મહેસાણા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી બંને વાહનોમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો.

